લીમખેડા, ગરબાડા તાલુકામાં રહેતા શ્રમિકો ટ્રેકટરમાં બેસી મજુરી કામકાજ માટે કડી જવા નીકળ્યા હતા દરમિયાન હાઈવે ઉપરના મંગલ મહુડી ગામે પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલ એક આયસર ટ્રકના ચાલકે ટ્રેકટરની ટ્રોલીને ટકકર મારી અકસ્માત સર્જી આયસર ટ્રકનો ચાલક કબ્જાનુ વાહન છોડી નાસી ગયો હતો. આ સર્જાયેલ અકસ્માતમાં મુવાલિયા ગામના રાજુભાઈ ગુમજીભાઈ પારગી, કિંજલભાઈ રાજુભાઈ પારગી, મોટી ખરજના નર્સિંગ વાલજીભાઈ સંગાડીયા, પિંટુ વજીયાભાઈ સંગાડીયા, વડવાના કાજુભાઈ કસુડાભાઈ બીલવાળ, કસનાભાઈ બીલવાળ, નાની ખરજના પપ્પુ મંગાભાઈ તાવિયાડ સહિતના 7 શ્રમિકોને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સંદર્ભે બાબુ મડીયાભાઈ પલાસે આયસર ટ્રકના ચાલક વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.