મહિસાગર,
ડો. મીનલ જાની, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા ના માર્ગદર્શન હેઠળ એ.સી.રાઠોડ, આર.એફ.ઓ સામાજીક વનીકરણ, સંતરામપુર દ્વારા માનગઢના ઇતિહાસને ઉજાગર કરતો આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં મહિસાગર જિલ્લાના ત્રણ ચિત્રકાર બિપીન પટેલ ‘મુકેશ પટેલ અને અજય સોલંકી તેમજ સુરત જિલ્લા અંતરીયાળ વિસ્તારના પ્રકૃતિપ્રેમી કલાકારોમાં જ્ય ગોહિલ ‘ભરત પટેલ’ જયદિપ મૈસુરિયા’બળદેવ પટેલે હાજરીમાં બે દિવસનો આર્ટ વર્કશોપ થયો હતો. આ બધા કલાકારોએ માનગઢની ગોદમાં રહી તમામ ઇતિહાસના સાહિત્ય નું મનો મંથન કરી અને ભૌગોલિક પરિસ્થિતિને નજરે નિહાળી હતી. આ ઐતિહાસિક ઝાંખીને બે દિવસના વર્કશોપ દ્વારા કેનવાસ પેઈન્ટિંગમાં ઢાળી ઉજાગર કરી હતી.
માનગઢના આ ઐતિહાસિક વારસા વિશે ચિત્રકારોએ સંદેશ આપતાં જણાવ્યું હતું કે “આ માનગઢની પાવનભૂમિ ખરેખર હધ્ય કંપાવી દેનાર ઇતિહાસ સાથે જોડાયેલી છે. અતિસુંદર અને પ્રકૃતિરમ્ય ડુંગરોની ગોદમાં આદિવાસીઓ માટે જ નહી પરંતુ ભારતીય માટે સ્વર્ગ સમાન આ સ્થળની મુલાકાત જીવનમાં એકવાર તો લેવી જ જોઈએ.