મને સરળતાથી સંતોષ થતો નથી : નરેન્દ્ર મોદી

સિડની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં તેમણે ઘણી કંપનીઓના CEO સાથે વાત કરી. આમાં ઓસ્ટ્રેલિયા સુપરના ઝ્રર્ઈં પૌલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચરના સીઇઓ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. એન્ડૂ ફોરેસ્ટ અને હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન જીના રીનહાર્ટનો સમાવેશ થાય છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયામાં મોદીની હાજરી દરમિયાન હેરિસ પાર્ક વિસ્તારનું નામ બદલીને ’લિટલ ઈન્ડિયા’ રાખવામાં આવશે. આ પહેલાં એક ઓસ્ટ્રેલિયન અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને નવા સ્તરે લઈ જવા ઈચ્છે છે. જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુધારવા માટે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- હું એવી વ્યક્તિ નથી જે સરળતાથી સંતુષ્ટ થઈ જાય, અને હું જાણું છું કે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝ પણ આવા જ છે. મને ખાતરી છે કે જ્યારે અમે સિડનીમાં મળીશું, ત્યારે અમે ચર્ચા કરીશું કે અમે અમારા સંબંધોને કેવી રીતે ગલ સ્તર પર લઈ જઈ શકીએ, સાથે મળીને વધુ સારી રીતે કામ કરી શકીએ અને આપણે સહકાર કેવી રીતે વધારી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જનારા મોદી રાજીવ ગાંધી પછી બીજા વડાપ્રધાન છે.

ઈન્ટરવ્યુ દરમિયાન મોદીએ કહ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મજબૂત સંબંધ અને વિશ્ર્વાસ બંને દેશો માટે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં સારી ભાગીદારીની પ્રેરણા આપે છે. અમે સારા મિત્રો છીએ અને તેથી જ અમે દરેક મુદ્દા પર ખુલીને વાત કરી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયા ભારત અલગ-અલગ મુદ્દાઓ પર ભારતનો પક્ષ સમજે છે, અને આ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો પાયો છે.