મને મારી કાજલ વગર ગમતું નથી, પત્ની અને મારા અસ્થિ સાથે પધરાવજો’ રાજકોટના યુવાનનો આપઘાત પહેલા વીડિયો કંપાવી મૂકશે

  • રાજકોટમાં પત્ની બાદ પતિએ કર્યો આપઘાત
  • ‘વીડિયો બનાવી કહ્યું કે, મને મારી કાજલ વગર ગમતું નથી’
  • ‘મારા સસરા 10 લાખ માંગે છે હું એકલો થઈ ગયો છું ક્યાંથી લાવું’

રાજકોટમાં એક સપ્તાહની અંદર પતિ પત્નીના આપઘાતની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. રાજકોટના યુવરાજનગરમાં રહેતા અનિલ ડાભી નામના યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. યુવકની આત્મહત્યાની પ્રાથમિક તપાસમાં આપઘાત અંગે ચોંકાવનારી હકિકત સામે આવી છે. 

સંતાન પ્રાપ્તિ ન થતાં પત્નીના એક સપ્તાહ પહેલા આપઘાતને લઇને યુવક માનસિક રીતે ભાંગી ગયો હતો. જો કે પત્નીના પિયરપક્ષના લોકોએ આપઘાતને લઇ 10 લાખની માગણી કરતાં યુવક ગભરાઇ ગયો હતો. પિયરપક્ષના લોકોની 10 લાખની માગણી અને હેરાનગતિ તેમજ પત્નીના વિરહને લઇ અનિલ ડાભીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, મને મારી કાજલ વગર ગમતું નથી, પત્ની અને મારા અસ્થિ સાથે પધરાવજો, મારી પાસે મારા સસરા 10 લાખ માંગે છે હું એકલો થઈ ગયો છું ક્યાંથી લાવું.

સમગ્ર ઘટનાની હકિકત યુવકના ફોનમાં જોવા મળી. યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવકે રડતા રડતા પત્નીના પરિવારજનો હેરાન કરતા હોવાનો ખુલાસો કરી આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું. એટલું જ નહીં, યુવકે પોતાના અને પત્નીના અસ્થિ દામોદરકુંડમાં પધરાવવાની વિનંતી કરી આપઘાત કરી લેતાં પોલસે તપાસ હાથ ધરી છે.