મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ મારી યાત્રાને લગ્ન સાથે જોડવામાં આવી

  • મારો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી…’ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્નના મુદ્દે શિવરંજનીની પ્રતિક્રિયા.

છતરપુર,પગપાળા કળશયાત્રા કરીને ગંગોત્રીથી એમપીના છતરપુર પહોંચેલી શિવરંજની તિવારીએ બાગેશ્ર્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્ન કરવાના પોતાના સંકલ્પ વિશે મોટી વાત કહી છે.શિવરંજનીએ કહ્યું હતું કે, ’મેં ક્યારેય કહ્યું નથી કે મારી પાસે લગ્ન કરવાનો સંકલ્પ છે, ન તો મારી પર્ચી ખોલવામાં આવી નતો મારી પ્રતીજ્ઞા વિશે ખબર પડી.’

તેણે વધુમાં કહ્યું હતું કે મારો સંકલ્પ હતો કે, હું મારા પૂજ્ય બાલાજીના દર્શન કરુ અને હું ૧૧માં ધોરણમાં હતી ત્યારે બાયોલોજી વિષય લીધો હતો. ’મારે કેન્સર ડોક્ટર બનવું છે ઓ બાલાજી મને આ ક્ષેત્રમાં સફળતા આપો.’શિવરંજનીએ વધુમાં કહ્યું હતું કે આ મારી એકમાત્ર ઈચ્છા હતી. મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ મારી યાત્રાને લગ્ન સાથે જોડવામાં આવી છે.

આ સાથે શિવરંજનીએ ભગવા કપડા પર ઉભા થયેલા સવાલ પર પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે કહ્યું હતું કે (ડો. શૈલેન્દ્ર યોગીરાજ) મારા પર આરોપ લગાવ્યો છે કે આ ભગવા વ માત્ર ૠષિ-મુનિઓની નિશાની છે અને તે પ્રેમની વ્યાખ્યા છે. તો ક્યાંક લખ્યું છે કે આ આપણા ભગવાન શ્રી રામનો રંગ છે તેને માત્ર ૠષિ-મુનિઓ જ પહેરી શકે છે અને કોઈ છોકરી પહેરી શકે નહીં. ભગવો મારી પસંદગી છે અને તે ભગવાન રામની પસંદગી હતી. તો તેમને (ડો. શૈલેન્દ્ર યોગીરાજ) શું વાંધો હોઈ શકે.

હકીક્તમાં ગુરુવારે બદ્રીનાથથી આવેલા શંકરાચાર્ય જ્યોતિષ પીઠના મીડિયા પ્રભારી ડો. શૈલેન્દ્ર યોગીરાજ સરકારે તેમના ભગવા કપડા પહેરવા પર સવાલ ઉઠાવ્યા હતા. ડો.શૈલેન્દ્ર યોગીરાજે જણાવ્યું છે કે કેસરી કપડા ત્યાગનું પ્રતિક છે. પ્રાણનાથની પ્રાપ્તિ માટે ભગવા વો પહેરવા એટલે કે લગ્નના સંકલ્પ સાથે ચાલવું એ સનાતન ધર્મનું નુક્સાન છે. તે (શિવરંજની) સનાતન ધર્મને નુક્સાન પહોંચાડી રહી છે અને કહે છે કે તે સનાતન ધર્મનો વજ લઈ રહી છે.

તમને જણાવી દઈએ કે બાગેશ્ર્વર ધામના મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ને પોતાના ’પ્રાણનાથ’ માનનારી સ્મ્મ્જીની વિદ્યાર્થીની શિવરંજની તિવારી છતરપુર પહોંચી હતી. ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લા અને મધ્ય પ્રદેશની છતરપુર બોર્ડર પર શિવરંજનીનું લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. છતરપુર પહોંચતા જ તેમની તબિયત લથડી હતી. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

જાણવા મળે છે કે શિવરંજની આજે (૧૬ જૂન) બાગેશ્ર્વર ધામ પહોંચવાની છે. શિવરંજની અહીં હાજર ભોલેનાથ મંદિરમાં જળ ચઢાવશે અને બાલાજીને તેમના વ્રત માટે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ને મળવા વિનંતી કરશે. શિવરંજની તિવારીએ વાત કરતા બાગેશ્ર્વર ધામના છતરપુરમાં પ્રવેશ કરતી વખતે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પ્રાણનાથ શબ્દનો અર્થ પણ સમજાવ્યો હતો.તેણીએ કહ્યું હતું કે ’હું મારા સંકલ્પ સાથે નીકળી ગઈ છું’ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે પ્રાણનાથનો અર્થ સમજે છે. લગ્નના પ્રશ્ર્ન પર તેમણે કહ્યું હતું કે તેનો જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ જ આપશે. હું મારો ઠરાવ લઈને જતી રહી છું. આશા છે કે મારી ઈચ્છા પણ પૂરી થશે કારણ કે બાલાજી સરકાર પણ મારી સાથે છે.