મને લાગે છે કે જો ભારત વર્લ્ડ કપને જીતવામાં સફળ રહે છે તો વિરાટ માટે સંન્યાસ લેવાનો આ ખરાબ સમય નહીં હોય.: એબી ડિવિલિયરિર્સ

મુંબઇ, વિરાટ કોહલી હાલ પોતાના શાનદાર ફોર્મના કારણે ચર્ચામાં છે. પોતાના દમદાર પરફોર્મન્સથી કોહલીએ વર્લ્ડ કપ પહેલા દુનિયાભરના બોલરોની ઉંઘ ઉડાવી દીધી છે. કોહલીની રનોની ભૂખ સતત વધતી જઈ રહી છે તેની ઝલક એશિયા કપ ૨૦૨૩માં પણ જોવા મળી હતી.

કિંગ કોહલીએ પોતાની બોડીને પણ સારી રીતે મેઈન્ટેઈન કરી છે અને ફિટનેસનો પણ કોઈ જવાબ નથી. આજ કારણ છે કે વિરાટના ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટને લઈને કોઈ પણ પ્રકારની કોઈ ચર્ચા નથી થઈ રહી. જોકે કોહલીના ખાસ મિત્ર સાઉથ આફ્રીકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સે વિરાટને વ્હાઈટ બોલ ક્રિકેટથી સન્યાસ લેવાનો યોગ્ય સમય જણાવ્યો છે.

એબી ડિવિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કોહલીના રિટાયરમેન્ટને લઈને જણાવ્યું, મને ખબર છે કે તમને સાઉથ આફ્રીકા આવવાનું પસંદ છે. પરંતુ આ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેમાં હાલ ઘણો સમય છે. આવો પહેલા તેના પર ફોક્સ કરીએ. મને લાગે છે કે આ તમને વિરાટ કોહલી વધારે સારી રીતે જણાવી શકશે. મને લાગે છે કે જો ભારત વર્લ્ડ કપને જીતવામાં સફળ રહે છે તો વિરાટ માટે સંન્યાસ લેવાનો આ ખરાબ સમય નહીં હોય. તેમનું કહેવું જોઈએ કે તમારા બધાનો ધન્યવાદ. હવે હું આવનાર થોડા વર્ષોમાં ફક્ત ટેસ્ટ ક્રિકેટ અને થોડી આઈપીએલ રમીશ અને પોતાના કરિયરના છેલ્લા પડાવનો આનંદ લઈશ.

વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરની ૪૯ સેન્ચુરીના રેકોર્ડને તોડવાની ખૂબ નજીક પહોંચી ચુક્યા છે. જોકે એબી ડિવિલિયર્સેનું માનવું છે કે કોહલીની ચાહત કોઈ રેકોર્ડ તોડવો નહીં પરંતુ ભારત માટે વર્લ્ડ કપ જીતવાની છે.

તેમણે કહ્યું, મને નથી લાગતું કે તેમનું ફેક્સ તેના પર છે. તે ફક્ત પોતાના વિશે વિચારનાર વ્યક્તિ નથી. કોહલી ટીમ માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે અને બધા ફોર્મેટમાં દમદાર ટીમનો ભાગ બનવા માંગે છે. તે એક ટીમ પ્લેયર છે. જે તમે મેદાન પર તેમના ઈમોશનને જોઈને સમજી શકો છો.