મજબૂત આત્મવિશ્વાસ સાથે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે મજબૂત પિચ બનાવી છે, મનીકંટ્રોલને એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને કોઈ શંકા નથી કે લોકો 2024ની ચૂંટણીમાં ફરીથી “યોગ્ય પાત્ર” ને જ પસંદ કરશે.
તેમણે કહ્યું કે, “2014 માં, મોદીને કોઈ જાણતું નહોતું અને તેમ છતાં તેઓએ મને આટલા વિશાળ જનાદેશ સાથે મત આપ્યા. દસ વર્ષ પછી, ચંદ્રયાન મિશનથી લઈને મારી તાજેતરની યુએસ મુલાકાતમાં તેઓએ દરેક જગ્યાએ થોડા-થોડા મોદીને જોયો છે. હવે તેઓ મને સારી રીતે ઓળખે છે, મને કોઈ શંકા નથી કે લોકો ફરીથી યોગ્યને જ પસંદ કરશે.” મનીકંટ્રોલ સાથે વાતચીતમાં તેમણે કહ્યું.જે તેમના પક્ષના 2024માં ઐતિહાસિક જનાદેશના આત્મવિશ્વાસનો પડઘો પાડે છે. જેનું કારણ છે પીએ મોદીની લોકપ્રિયતા જે હાલ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે છે. તેમજ લોકો લાંબાગાળાથી એક વધુ મજબૂત અને સ્થિર સરકાર માગે છે.
ભાજપને લાગે છે કે 2014ની સરખામણીમાં 2019માં વધુ મોટો જનાદેશ મોદીની આગેવાનીવાળી સરકારમાં લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે. ત્યારબાદ, દેશ માટે ઘણી સફળતાઓ મળી છે, જેમ કે ચંદ્રયાન-3 મિશન, સૂર્ય તરફ આદિત્ય LI મિશન, G20 પ્રેસિડેન્સી અને PM ની યુએસ અને ફ્રાંસ સહિતના અન્ય દેશોની સફળ વિદેશ મુલાકાતો, ટૂંકમાં, વૈશ્વિક મંચ પર ભારતની સફળતાઓ વિશે વડા પ્રધાન પાસે ઘણું કહેવાનું છે. ભાજપને લાગે છે કે આ કારણે લોકો INDIA જેવા અસ્થિર ગઠબંધન પર વિશ્વાસ નહીં કરે.
પીએમએ તેમના ઇન્ટરવ્યુમાં મજબૂત અને સ્થિર સરકારના મહત્વ પર ભાર મૂક્યો હતો જેના પરિણામે રાજકીય સ્થિરતા પ્રાપ્ત થાય છે જેણે વિકાસ અને ઊંડા માળખાકીય સુધારાને સક્ષમ કર્યા છે. ”આ અમારા માટે એક પ્રિવિલેજ અને સન્માનની વાત છે કે લોકોએ અમારા પર અભૂતપૂર્વ વિશ્વાસ મૂક્યો છે. તેઓએ અમને માત્ર એક જ વાર નહીં, પરંતુ બે વાર બહુમતીનો જનાઆદેશ આપ્યો. પ્રથમ આદેશ વચનો વિશે હતો. બીજો, તેનાથી પણ મોટો જનાઆદેશ હતો, જે દેશ માટે અમારી પાસે જે કામગીરી અને ભાવિ યોજના છે તે બંને વિશેનો હતો.” તેમ પીએમે મનીકંટ્રોલને જણાવ્યું હતું.
પીએમે કહ્યું, ”આ રાજકીય સ્થિરતાને કારણે, દરેક ક્ષેત્રમાં ઊંડા માળખાકીય સુધારા જોવા મળી શકે છે. અર્થતંત્ર, શિક્ષણ, સામાજિક સશક્તિકરણ, કલ્યાણ વિતરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર – હું એવા ક્ષેત્રોનો ઉલ્લેખ કરવાનું ચાલુ રાખી શકું છું કે જેમાં સુધારા જોવા મળ્યા છે.”
મોદીના નેતૃત્વમાં દેશ સાચા માર્ગ પર છે તે જાળવવા માટે ભાજપ દેશમાં આર્થિક વૃદ્ધિ, ઓછી મોંઘવારી અને ગરીબી ઘટાડવા પર ભાર મૂકે છે. PM એ તેમના ઇન્ટરવ્યુમાં ભારપૂર્વક કહ્યું કે, કેવી રીતે ભારતમાં ફુગાવો વૈશ્વિક ફુગાવાના સ્તરો કરતા નીચો રહ્યો છે અને દેશ ફુગાવા પર લગામ લગાવવાના પ્રયાસો ચાલુ રાખશે, જેમ કે તાજેતરમાં LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવો.
જો કે આ સાથે પીએમ મોદીએ ‘ફ્રીબી કલ્ચર’ને બેજવાબદાર નાણાકીય નીતિઓ ગણાવતા અર્થતંત્ર માટે ઘાતક હોવાનું કહ્યું છે અને લાંબા ગાળે ગરીબો જ તેના દુષ્પરિણામ સૌથી વધુ ભોગવશે તેમ પણ કહ્યું. આ કૉંગ્રેસ પર અટેક કરતાં હોય તેવું લાગતું હતું જે ચૂંટણી છે તેવા રાજ્યોમાં બેફામ રીતે મફતના વચનનોની લ્હાણી કરી રહ્યું છે.