મને કોઈ પસ્તાવો નહીં, બદબૂ ન આવે એટલે લાશ કૂકરમાં બાફી: મુંબઈના હેવાને કર્યા શૉકિંગ ખુલાસા

મુંબઇ, મુંબઈમાં થયેલા લિવ ઈન પાર્ટનરની હત્યાના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જણાવી દઈએ કે આરોપીએ ઝાડ કાપવાના કટરથી પોતાના લિવ ઈન પાર્ટનરના શરીરના ટુકડા-ટુકડા કરી લાસને ઠેકાણે લગાવવાનો પ્રયત્ન કર્યો.

પુછપરછ વખતે આરોપી મનોજ સાને પોલીસને જણાવ્યું કે તેની પાર્ટનર સરસ્વતી વૈધને ૩ જૂને આત્મહત્યા કરી લીધી હતી. તે ડરી ગયો હતો કે તેના પર તેની હત્યાનો આરોપ લગાવવામાં આવશે. માટે તેણે શરીરને ઠેકાણે લગાવવાનો નિર્ણય કર્યો.

આરોપીએ પોલીસને આગળ જણાવ્યું કે કેવી રીતે તેણે શરીરના ટૂકડા કર્યા અને દુર્ગંધ ન આવે તેના માટે તેને પ્રેશર કુકરમાં બાફી નાખ્યા. તેણે પોલીસને જણાવ્યું કે તેણે તેના બાદ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો અને તેનો કોઈ પછતાવો નથી. તેની જાણકારી મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસે આપી છે.

આરોપીને કોર્ટે ૧૪ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. હકીક્તે મીરા રોડ પર હાજર ગીતા આકાશ દીપ સોસાયટીમાં બુધવારે ૭ જૂન સાંજે અચાનક પોલીસની ટીમ પહોંચી અને સીધી તેના ફ્લેટની તરફ ગઈ. જ્યાં તેમને દુર્ગંધ બહાર આવવાની ખબર મળી હતી. ૭માં માળ પર હાજર આ ફ્લેટ માં પહોચીને પોલીસના હોંશ ઉડી ગયા. કારણ કે તેમને ત્યાં એ બધુ જોવા મળ્યું જે શ્રદ્ધા મર્ડર કેસમાં જોવા મળ્યું હતું.

પોલીસને ફ્લેટ થી મહિલાની લાશના ટુકડા મળ્યા. મહિલાની ઓળખ સરસ્વતી વૈધ તરીકે કરવામાં આવી. પોલીસને લોહીથી લથપથ ત્રણ ઝાડ કાપનાર કટર પણ મળ્યા. પોલીસે ૫૬ વર્ષના આરોપી મનોજ સાનેની ધરપકડ કરી.

પોલીસે જ્યારે કડક રીતે આરોપીની પુછપરછ કરી તો તેણે જણાવ્યું કે લિવ-ઈન પાર્ટનર સરસ્વતીએ કોઈ કારણે આત્મહત્યા કરી લીધી હતી અને જ્યારે તે ઘરે પરત ફર્યો તો મૃતદેહ જોઈને ગભરાઈ ગયો. તેણે શ્રદ્ધા મર્ડર કેસ વિશે સાંભળ્યું હતું તેને ધ્યાનમાં રાખતા તેણે મૃતદેહના ટુકડા કરી તેને ઠેકાણે લગાવવાનો નિર્ણય કર્યો.