મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

લુણાવાડા,

મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા કલસ્ટરની નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. સવારે પ્રાર્થના સંમેલનમાં સ્વામી વિવેકાનંદજીના જીવન વિશે બાળકોને શાળાના ઉત્સાહી આચાર્ય લખમણભાઇ ખરાડી દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના ફોટાને શાળા પરિવાર અને બાળકો દ્વારા પુષ્પ અર્પણ કરવામાં આવેલ. તથા બપોર પછી ધોરણ 1 થી 8 ના બાળકો પૈકી 43 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, ગીત સંગીત સ્પર્ધા, યોગ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આમ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.