- મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ
- સત્તાધારી પાર્ટીમાં બે ફાડ પડી
- એક યુવકે રાજ્યપાલને લખ્યો પત્ર
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની વચ્ચે બીડ જિલ્લાના એક શખ્સે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખીને ખુદને રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી બનાવાની માગ કરી છે.
શિવસેનાની આગેવાનીવાળી મહાવિકાસ અઘાડી સરકાર હાલમાં શિવસેનાના મંત્રી એકનાથ શિંદે સહિત અન્ય ધારાસભ્યોના બળવાના કારણે અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યા છે.શિંદે, શિવસેનાના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોની સાથે ગુવાહટીમાં અડ્ડો જમાવીને બેઠા છે.
કલેક્ટર ઓફિસે પત્ર જમા કરાવ્યો
કેઝ તાલુકાના દહીફલ નિવાસી શ્રીકાંત ગદાલેએ રાજ્યપાલને પત્ર લખ્યો છે અને તેને કલેક્ટર ઓફિસે જમા કરાવ્યો છે. ગદાલે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સામાન્ય લોકોની સમસ્યાઓની ઉપેક્ષા કરી છે અને રાજ્યમાં ખેડૂતોની મદદ કરતા નથી.
એક મોકો આપવા રજૂઆત કરી
ગદાલે પત્રમાં લખ્યુ છે કે, 10-12 વર્ષથી રાજનીતિમાં છુ અને સમાજ સેવા કરી રહ્યો છું તથા ખેડૂતો અને ગરીબોની સમસ્યા માટે કામ કર્યું છે. પર્યાવરણીય ત્રાસદીઓના કારણે, રાજ્યને નુકસાન થઈ રહ્યું છે. આશા હતી કે, સરકાર તાત્કાલિક કોઈ રાહત આપશે, પણ લોકોને મદદ મળી નહીં, ગદાલેએ રાજ્યપાલ પાસેથી તેને કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કરવાની અને તેમને એક અવસર આપવાનો આગ્રહ કર્યો છે. ગદાલે કહ્યું કે, બેરોજગારો, ખેડૂતો અને મજૂરો તથા શેરડીના પાકના ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરશે.