
ઝીટીવી પર આવતી સિરિયલ ‘કૈસે મુઝે તુમ મિલ ગયે’માં અરજિત તનેજા અને સૃતી ઝાની કેમિસ્ટ્રી તેમના ફૅન્સને ખૂબ ગમે છે. અમ્રિતાનો રોલ કરતી સૃતી મહારાષ્ટ્રિયન છે અને લાઇફને લઈને તેનો અભિગમ સકારાત્મક છે. કોઈ પણ કપરા સંજોગોમાં તે ચહેરાને હસતો રાખે છે. બીજી તરફ વિરાટનો રોલ કરતો અરજિત પંજાબી છે. તેના મુજબ તમામ મહિલાઓ ગોલ્ડ ડિગર હોય છે.
વિરાટ અને અમ્રિતા વચ્ચે હલકી નોંક-ઝોંક સતત થાય છે એથી તેમના ફૅન્સને એ જોવાનું ગમે છે. તેમનો પર્ફોર્મન્સ લોકોને જકડી રાખે છે. હવે આગળ શું થવાનું છે એને લઈને લોકોમાં ઉત્સુકતા હોય છે. આ શો દરરોજ રાતે ૧૦ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે.
અમ્રિતા જેવા સ્વભાવવાળી વ્યક્તિ સાથે લાઇફ પસાર કરવાની ઇચ્છા વ્યક્ત કરતા અરજિત તનેજાએ કહ્યું કે ‘હું જ્યારે સેટલ થવાનું વિચારીશ ત્યારે મને અમ્રિતા જેવી યુવતી મળે એવી મારી ઇચ્છા છે. તેની હાજરી માત્રથી એક અલગ એનર્જી આવી જાય છે, જેનો દૃષ્ટિકોણ લાઇફને ઊંડાણપૂર્વક સ્પર્શી જાય અને સાથે જ એ દરેક પળને યાદગાર બનાવી દે છે. સૃતી દરેક પ્રકારે તેના અમ્રિતાના પાત્રમાં પ્રાણ પૂરી દે છે. મને અમ્રિતાની એ ખૂબી ખૂબ ગમે છે જ્યારે સંજોગો કપરા હોય તો પણ એ તેનું સેન્સ-ઑફ હ્યુમર ગુમાવતી નથી. લાઇફમાં એક એવી વ્યક્તિ હોવી જોઈએ જે તમને એહસાસ કરાવે કે અંધકાર બાદ ઉજાસ આવે છે. આ પાત્રને ખૂબ સરસ રીતે લખનાર રાઇટર્સ ખરેખર પ્રશંસાને પાત્ર છે.’