માંડવીની આશ્રમ શાળાના આચાર્ય વિરુદ્ધ ચાર વિદ્યાર્થિનીઓએ શારીરિક છેડતીની ફરિયાદ કરી : દવા આપવાના બહાને શરીરે હાથ લગાવીને છેડતી કરતો

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બની છે. અહીં સ્કૂલના આચાર્ય વિરુદ્ધ ચાર વિદ્યાર્થિનીઓએ શારીરિક છેડતીની ફરિયાદ કરી છે. તેમજ 35 વિદ્યાર્થિનીઓએ પોલીસ સમક્ષ શિક્ષકની હેવાનિયત વર્ણવી છે. આ વિદ્યાર્થિનીએ કહ્યું કે, મહિલા અધિકારીઓને કહ્યું કે, નરાધમ શિક્ષક રાતે વિદ્યાર્થિનીઓના રૂમમાં ટોર્ચ લઈને પહોંચી જતો હતો, બાળકીઓ નાહવા જતી ત્યારે જોવા જતો અને દવા આપવાના બહાને શરીરે હાથ લગાવીને છેડતી કરતો હતો. આ વાત સાંભળી મહિલા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

વિદ્યાર્થિનીના પ્રાઇવેટ પાર્ટ પર નિશાન મળ્યાની આશંકા

પોલીસને આ અંગે જાણ થતા તાત્કાલિક જે બાળકીઓએ આચાર્ય દ્વારા છેડતી કરવામાં આવી હોય તેમના નિવેદન લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 35 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના પોલીસ દ્વારા નિવેદન નોંધી લેવામાં આવ્યા છે. આ નિવેદનના આધારે પોલીસે વિદ્યાર્થિનીઓના મેડિકલ પરીક્ષણ પણ કરાવવાનું ચાલુ કરી દીધું હતું. અત્યાર સુધીમાં છ જેટલી વિદ્યાર્થિનીઓના મેડિકલ પરીક્ષણ થયા છે. જેમાં એક 13 વર્ષની વિદ્યાર્થિનીના પ્રાઇવેટ પાર્ટ પર નિશાન પર મળી આવ્યા હોવાની આશંકા છે.

લાંબા સમયથી આ કૃત્ય ચાલતું હોવાથી પોલીસને શંકા

નરેણ આશ્રમ શાળામાં કુલ 177 વિદ્યાર્થી છે. જેમાંથી 80 વિદ્યાર્થીનીઓ છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિન્સિપાલે મોટાભાગની વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી હતી. પોલીસે પીડિતા તરીકે ચાર વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળાના ફરજ બજાવતા હતા. છેલ્લા એક વર્ષથી આચાર્ય તરીકે ફરજ પર હતા. જેથી પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓની છેડતી કરવનું કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાથી પોલીસને શંકા છે.

આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલ ચર્ચા છે વિદ્યાર્થીનીઓની છેડતી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. જોકે, હાલ આ આખો મામલો વિદ્યાર્થિનીઓની હિંમતના કારણે બહાર આવ્યો છે. મેડિકલ પરીક્ષણમાં એક વિદ્યાર્થીનીના પ્રાઇવેટ પાર્ટ પર નિશાન પણ મળ્યા છે. જેથી હવે પોલીસ દ્વારા રિમાન્ડ ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવશે અને આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે. હજુ પણ જે વિદ્યાર્થિનીઓ છે તેમના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

2001માં આ જ આશ્રમશાળાના શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી

આ ફરિયાદ મામલે જ્યારે બે મહિલા અધિકારીઓ નરેણ આશ્રમ શાળા પહોંચી તો પાંચ કે દસ નહીં, પરંતુ 35 જેટલી વિદ્યાર્થિનીઓએ આચાર્ય વિરુદ્ધ મહિલાધિકારીઓને નિવેદન આપ્યા છે. નરેણ આશ્રમ શાળા પ્રથમવાર વિવાદમાં આવી નથી. 2001માં આ આશ્રમશાળાના શિક્ષકે 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચાર્યુ હતું, જેની ફરિયાદ પણ નોંધાઈ હતી.