મુંદરાના પોક્સોના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે પાટણના દશરથ ઉર્ફે ભરત કાંતિલાલ ગાંચી નામના યુવકને આજીવન કેદની સજા સાથે પાંચ લાખનો દંડ ફટકારી દંડની રકમમાંથી ચાર લાખ ભોગબનારને ચુકવવા હુકમ કર્યો છે. અમરનાથ યાત્રામાં આરોપીનો પરિચય થયો હતો ભોગબનાર ૧૭ વર્ષની સગીર કન્યા ગત ૫ જુલાઇ ૨૦૧૬ના સમાજ તરફથી અમરનાથ યાત્રા સંઘમાં ગઇ હતી.
જે સંઘની લકઝરી બસના કન્ડકટર સાથે સગીરાનો પરિચય થયો હતો. ત્યારે આરોપીએ પોતાનુ નામ ભરત ઠાકોર જણાવ્યું હતું. યાત્રા દરમિયાન બન્ને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઇ હતી. યાત્રામાંથી પરત આવી જતાં આરોપી ભરત અલગ અલગ નંબરથી ભોગબનાર સગીરા સાથે વાતચિત કરતો હતો. પોતે બ્રાહમણ હોવાનું અને લગ્ન કરવાનું કહેતો હતો.
દરમિયાન ૨૧ જુલાઇ ૨૦૧૬ના આરોપીએ સગીરાને ફોન કરી રાત્રીના બાર વાગ્યે મળવા બોલાવી હતી. આરોપી કાર લઇને આવ્યો હતો. કારમાં આરોપી સાથે અન્ય બે યુવકો પણ હતા. ભોગબનારે કારમાં બેસવાની ના કહેતા આરોપીએ સગીરાનો હાથ પકડીને કારમાં બેસાડીને પાટણ પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં ત્રણ દિવસ સુધી સગીરાની મરજી વિરૂધ શરીર સબંધ બાંયો હતો. મુંદરા પોલીસ મથકે આરોપી સામે ગુનો નોંયો હતો. કેસની ચાર્જસીટી રજુ કરતાં ભુજની પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
જેમાં ૨૩ દસ્તાવેજી પુરાવા અને ૨૦ સાક્ષીઓ તપાસ્યા બાદ ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટના જજ વી.એ.બુધએ આરોપી દશરથ ઉર્ફે ભારત (ઉ.વ.૨૮)ને કલમ ૩૬૩માં ત્રણ વર્ષની સજા સાથે ૧૦ હજારનો દંડ, ૩૬૬માં ૧૦ વર્ષની સજા અને એક લાખનો દંડ જ્યારે કલમ ૩૭૬માં આજીવન કેદની સજા સાથે ૨ લાખનો દંડ, પોક્સો એક્ટની ૪ મજુબ આજીવન કેદ અને બે લાખનો દંડ ફટકાર્યો હતો. પાંચ લાખના દંડમાંથી રૂપિયા ૪ લાખ ભોગબનારને વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.