માંડ માંડ બચ્યા : શિવરાજસિંહનું હેલિકોપ્ટર નર્મદા ઘાટીમાં વાદળો વચ્ચે ફસાયું હતું

મુખ્ય વરસાદના કારણે રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા ગયેલા કોંગ્રેસની સરકારને ઉથલાવીને મુખ્યમંત્રી બનેલા શિવરાજસિંહ ચૌહાણનું હેલિકોપ્ટર વાદળોની વચ્ચે અકસ્માતથી ફસાતા બચી ગયું હતું. અગાઉ, કોઈ અનિચ્છનિય ઘટના ન બને એટલે હેલિકોપ્ટરના બંને પાઇલટ્સે સીએમ શિવરાજ સિંહને પાછા ફરવા અને હવાઈ નિરિક્ષણ બંધ રાખવા વિનંતી કરી હતી. ઘટના 29 ઓગસ્ટ 2020ના રોજ બની હતી. ભોપાલ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો. સોમવારે પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખુદ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આખી ઘટના વર્ણવી અને પાયલોટ આદર્શ અને સંજીવ શ્રીવાસ્તવ બંનેનો આભાર માન્યો હતો.

વરસાદી વાદળોના કણો હેલિકોપ્ટર માટે જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી બંને પાઇલટ્સે મુખ્યમંત્રીને આ વિશે માહિતી આપી હતી. મુખ્યમંત્રીની સંમતિ પછી, પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. અને હેલિકોપ્ટર ભોપાલ પાછો ફર્યો હતો. સિહોર અને હોશંગાબાદની સાથે નર્મદાના કાંઠે ગામડાઓનું હવાઈ સર્વે કરવાનું હતું. વરસાદની વચ્ચે, સીએમ શિવરાજનું હેલિકોપ્ટર તેમના ઓએસડી સત્યેન્દ્ર ખરા, એક ખાનગી સુરક્ષા જવાન, એક ન્યૂઝ એજન્સી કેમેરામેન અને એક જનસંપર્ક કાર્યકર સાથે પ્રવાસ પર નીકળ્યું હતું. પરંતુ વરસાદની વચ્ચે હેલિકોપ્ટર વાદળો પર પહોંચતાં હવામાન વધુ વણસી ગયું હતું. વરસાદના વાદળોથી હેલિકોપ્ટરને બચાવતા ભોપાલ એરપોર્ટ પર સલામત ઉતરાણ કર્યું હતું.