મલેકપુર, મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિંગ બેન્ક આવેલ હોઈ જેમાં તા.30-05-2024 ના રોજ રવિન્દ્ર ભાઈ પટેલ પોતાના લોકર્સ ના કામ અર્થે ગયેલા હતા. ત્યાં તેઓ પોતાનું લોકર્સ ખોલતાજ તેમની નજર નીચે પડેલ સોનાની વીંટી પર પડી તેમને જોયું તે વીંટી તેમની નથી અને બેન્ક મેનેજરનો સંપર્ક કરી સોનાની વીંટી બેન્ક મેનેજરને સુપ્રત કરી માનવતાની મહેક ફેલાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે. રવિન્દ્રભાઈ પટેલનું કહેવું છે કે, જે વસ્તુ મારી નથી, તે હું કેવી રીતે લઈ શકું. તે બદલ બેન્ક મેનેજર અને બેન્કના તમામ સ્ટાફે રવિન્દ્રભાઈ અને તેમની પત્નીનો આભાર વ્યક્ત કરેલ હતો.