જૂનાગઢ, જૂનાગઢમાંથી એક મોટી બેદરકારી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. જે બેદરકારીને કારણે ત્રણ પ્રસુતાનો જીવ જોખમમાં મુકાયો હતો અને અંતે તેમને પોતાનો જીવ ઘુમાવી દીધો હતો. આ મામલે જયારે ફરિયાદ નોધવામાં આવી ત્યારે આ મામલો ખુબ જ ગંભીર હતો અને તેથી તપાસ સમિતિની રચના કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર મામલે તપાસ હાથ ધારવામાં આવી હતી.
આ ઘટના જુનાગઢના માણાવદરમાં ઘટિત થઇ હતી. જ્યાં હોસ્પિટલની બેદરકારીના કારણે ત્રણ ગર્ભવતી મહિલાએ પોતાનો જીવ ઘુમાવ્યો હતો. આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપ્યા હતા અને તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી, ત્યારબાદ આદેશ આપવામાં આવ્યો કે જો હોસ્પિટલની નિષ્કાળજી કે બેદરકારીથી આ મહિલાનું મોત થયા હોવાનું સામે આવશે તો આ હોસ્પિટલના ખિલાફ કાયદેસરના પગલા લેવામાં આવશે.
ટ્યૂલિપ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ત્રણ પ્રસુતાના મોત થયા છે. આ મામલાને લઈને પ્રસુતાના પરિવારજનોમાં ખુબ જ રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ તેમના પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાઈ ગયો હતો. એક નાની એવી બેદરકારી કહીએ કે મોટી બેદરકારી પણ આને કારણે માં સહીત જે બાળકે હજુ દુનિયામાં પગ પણ નથી મુક્યો તેમને પણ જીવ ઘુમાંવવો પડ્યો હતો.