માનવ કલ્યાણ યોજના વર્ષ : 2024-25: જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત માનવ કલ્યાણ યોજના હેઠળગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના લોકોનેસહાયભૂત થવા માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજારની સહાય આપવામાં આવશે

  • લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર તા.03 જૂલાઈથી ઓન લાઇન અરજીઓ કરવાની રહેશે.

ગુજરાત સરકારના કમિશ્ર્નર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી હેઠળ કાર્યરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નડિયાદ મારફત અમલીકૃત માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ 10 પ્રકારની ટ્રેડના કારીગરોને (અથાણા બનાવટ કિટ, ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ કિટ, દૂધ દહી વેચનાર કિટ, પંચર કિટ, પાપડ બનાવટ કિટ. પ્લમ્બર કિટ, બ્યુટી પાર્લર કિટ, ભરતકામ કિટ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ કિટ, સેન્ટ્રીંગ કામ કિટ) આવરી લેવામાં આવેલ છે. યોજના હેઠળ બી.પી.એલ./શહેરી સુવંર્ણ જયંતી કાર્ડ તેમજ ઓછી આવક (ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1,50,000/-) ધરાવતા કુટુંબના લોકોને સાધન/ઓજાર સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર તા. 03-07-2024 થી ઓન લાઇન અરજીઓ કરવાની રહેશે.

અરજી કરવા માટેઅસલ ડોક્યુમેન્ટસની સ્કેન કોપી જ ઓનલાઇન અપલોડ કરવાની રહે છે. ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલના હોય તેમણે અરજી કરવાની રહેશે નહી. કુટુંબમાં એક વાર લાભ મળેલ હોય તેમણે ફરી અરજી કરવી નહી. આપના ગામના VCE દ્વારા પણ અરજી ઓનલાઇન વિનામુલ્યે ભરી આપવામાં આવશે, તેમ જનરલ મેનેજર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નડિયાદ દ્વારા જણાવવામા આવ્યું છે.