
બાલાસિનોર,મહીસાગર જીલ્લામાં સામાન્ય નાગરિકો ના હક્કો અને માનવ અધિકારોના રક્ષણ અને પ્રસારની જવાબદારી જે માનવ અધિકાર અને સામાજીક ન્યાય મિશન દ્વારા કરવામાં આવે છે. જેમાં નાગરિકોને થતા અન્યાય, સામાજીક ન્યાય ગ્રાહકોના હકો તથા અન્ય માનવ અધિકારોને લગતી ફરિયાદનું નિવારણ કરવા માટે તથા સેવાકીય ઉદેશ થી સમાજ ના દરેક વર્ગોને કાયદાની મર્યાદા માં રહી ને ન્યાય અપાવવાના ભાગરૂપે ગુજરાત રાજય સલાહકાર અને એમ્બેસેટર તરીકે એડવોકેટ વિજયસિંહ પી. સોલંકીની નિમણુંક કરવામાં આવેલ છે. જેમાં સામાન્ય માણસના અધિકારોના રક્ષણ કરવા માટે નિમણૂક કરવામાં આવી હતી. જે સંદર્ભે શુભેચ્છકો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.