કાલોલ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મન કી બાત એપિસોડમાં કાલોલ ગામમાં આવેલ ઈનોક્ષ કંપનીમાં ઓક્સિજન ટેન્કરની ફરજ બજાવતા ડ્રાઇવર દિનેશ કુમાર ઉપાધ્યાય સાથે વાત કરી કોરોના યુદ્ધ સ્થર પર કામ કરનારએક યોદ્ધાનો નામ આપી ધન્યવાદ ની શુભેચ્છા પાઠવી.
કોરોનાની બીજી લહેર ઘળી ઘાતક જાન લેવા સાબિત થઈ છે અને લોકોને ઓક્સિજનની ભારી માત્રામાં અછત જોવા મળી હતી.જેથી ઓક્સિજન ન મળવાથી ભારે માત્રામાં લોકો પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે.
સમગ્ર હિન્દુસ્તાનમાં જ્યારે ઓક્સિજનની સ્ટોક ન હોવાથી સાઉદી અરબ થી માડી ને અનેક દેશોએ ભારી માત્રમાં ઓક્સિજન સપ્લાય કરી ભારતની મદદ કરી હતી. ત્યારે અલગ-અલગ રાજ્યોમાં ઓક્સિજન સપ્લાય કરવામાં અને દેશના મેડિકલ ઓક્સિજન દુર-દુર તક પહોંચાડવામાં એક બહુ મોટો પડકાર હતો. ત્યારે પ્રાયોજિનિક ટેન્કર ડ્રાઇવરો દ્વારા અને ઓક્સિજન એક્સપ્રેસ એરફોર્સના પાયલોટ યુદ્ધ સ્થર પર કામ કરી હજારો-લાખો નો જીવ બચાવ્યો હતા. તેવા જ એક યોદ્ધા દિનેશકુમાર ઉપાધ્યાય જો મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. બહુ મોટી ખુશી વ્યક્ત કરી હતી દિનેશ ઉપાધ્યાય હાલ કાલોલ ઇનોક્ષ કંપનીમાં છેલ્લા ૧૫ વર્ષથી લિક્વિડ ઓક્સિજનમાં ડ્રાઇવર તરીકેની ફરજ બજાવે છે.