ગોધરા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા સાગર રાણા એસીબીના સંકજામા લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ મામલે એસીબી કોર્ટમા જામીન માટે અરજી આરોપી દ્વારા કરવામા આવી હતી. દલીલોને ધ્યાનમા રાખીને અરજી નામંજૂર કરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીની વડીલોપાર્જીત જમીન તકરારના કારણે ખાલસા થઇ ગઈ હતી. જે જમીનમાં રેવન્યુ કોર્ટે નામ દાખલ કરવા હુકમ કર્યો હતો. હુકમ આધારે સદર જમીનમાં નામ દાખલ કરવા સારૂ મામલતદાર કચેરી ગોધરા ખાતે ફરિયાદીએ અરજી આપી હતી. જે જમીનમાં નામ દાખલ કરવા રેવન્યુ રેકર્ડે કાચી નોંધ પાડવા સારૂ આ કામના આરોપી સાગર રમેશચંદ્ર રાણાએ લાચની માંગણી કરી હતી.
જેમા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.5500/-લાંચની માંગણી કરતા એસીબીના હાથમાં પકડાઈ ગયા હતા. આ મામલે પંચમહાલ જિલ્લાના મુખ્ય ડીસ્ટ્રીકટ સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઇ આરોપી મયંકભાઈની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.