
કોલકતા, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાય ની સખત નિંદા કરી છે. તેમણે ૨૧ મેના રોજ સાંજે ૫ વાગ્યાથી આગામી ૨૪ કલાક માટે ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કમિશને ભાજપના નેતાને આદર્શ આચાર સંહિતા હેઠળ તેમના જાહેર નિવેદનોમાં સાવચેત રહેવાની ચેતવણી પણ આપી છે.
હકીક્તમાં, ૧૫ મેના રોજ હલ્દિયામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપના ઉમેદવાર ગંગોપાધ્યાય મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. ચૂંટણી પંચે ગંગોપાધ્યાય ને કારણ બતાવો નોટિસ મોકલીને ૨૦ મેના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો હતો.
ગંગોપાધ્યાય વર્તમાન લોક્સભા ચૂંટણીમાં ચોથા એવા રાજકારણી છે જેમને મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ નોટિસ મોકલવામાં આવી છે. તે જ સમયે, બીજેપીના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ અને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ અનુક્રમે મમતા બેનર્જી અને કંગના રનૌત વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પછી ચૂંટણી પંચે બંનેને કારણ બતાવો નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો અને ટિપ્પણીઓની નિંદા કરી હતી. બંનેનું કરવામાં આવ્યું હતું.