ભરાતની સરકારી બેંકો પાસેથી 9 હજાર કરોડ રૂપિયા ઉધાર લીધા બાદ દેશમાંથી ભાગી ગયેલા દારૂના વેપારી વિજય માલ્યાને ક્યારે ભારત લાવવામાં આવશે? લોકો લાંબા સમયથી આ સવાલનો જવાબ મેળવવા માટે ઉત્સુક છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિને પ્રત્યાર્પણ કરવા માટે ચાલી રહેલી ગુપ્ત કાયદા પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્ર સરકારને છ અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે.
કેન્દ્રએ 5 ઓક્ટોબરે કોર્ટને કહ્યું હતું કે બ્રિટનમાં અલગ ‘ગુપ્ત કાનૂની પ્રક્રિયા’ ન ઉકેલાય ત્યાં સુધી ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરી શકાશે નહીં. કેન્દ્રએ કહ્યું હતું કે બ્રિટનમાં વિજય માલ્યા સામેની આ ગુપ્ત કાર્યવાહીની જાણકારી નથી.
સરકારે કહ્યું હતું કે, “બ્રિટનની સુપ્રીમ કોર્ટે માલ્યાની પ્રત્યાર્પણની કાર્યવાહીને સમર્થન આપ્યું છે, પરંતુ તે હજુ સુધી થઈ રહ્યું નથી.” કોર્ટે વિજય માલ્યાને 2017 માં તેમના બાળકોના ખાતામાં 40 મિલિયન યુએસ ડોલર ટ્રાન્સફર કરવાના અદાલતના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યું હતું.