વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી કે અડાદરાના મલવાણ ગામે ટપીયા ફળીયામાં ભારતભાઈ ચીમનભાઈ નાયકના ઘર આગળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પૈસા વડે પાના પત્તાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે આધારે પોલીસે કોર્ડન કરી રેડ કરતા ચારને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારમાં પકડાયેલ ભારતભાઈ નાયક, અરવિંદસિહ સોલંકી, પંકજસિહ સોલંકી, વિનોદભાઈ બારીયાને પકડી પાડી અંગજડતી માંથી રૂા.4,350/ અને દાવ પરના રૂા. 6,850/ કુલ મળીને રૂા. 11,200/ સાથે પાના પત્તાની કેટ ઝડપી જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી.