કડાણા તાલુકાની પી.એચ.સી. કેન્દ્ર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો હાજર રહીને બ્લડ ડોનેટ કર્યું.
મહિસાગર જીલ્લાના કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. રકતદાન કેમ્પમાં જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકાર, તાલુકા હેલ્થ ઓફિસર અને માલવણ પી.એચ.સી.ના મેડીકલ ઓફિસર હાજર રહ્યા હતા. માલવણ પી.એચ.સી. ખાતે રકતદાન શિબીરમાં 415 યુનિટ બ્લડ ડોનેટ કર્યુ હતું. આસપાસ લોકએ મોટી સંંખ્યામાં રકતદાન કર્યું છે.