માલુ ગામે વધુ એક દીપડો પાંજરામાં પુરાયો વન વિભાગ દ્વારા ગોઠવેલા પાંજરા શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાયો.
ઘોઘંબા તાલુકામાં માનવ ભક્ષી દીપડાઓએ આતંક મચાવ્યો હતો. જેમાં વાવકુંડલી અને માલુ ગામના માસુમ બાળકોને ઉપાડી જઈ તેમનો શિકાર કર્યો હતો. ત્યારબાદ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. જેમાં થોડા દિવસ પહેલા એક દીપડો પાંજરામાં પુરાયો હતો પરંતુ ઘોઘંબા પંથકમાં અસંખ્ય દિપડા હોય તેજ દિપડો માનવ ભક્ષી છે કે નહીં તેવી અનેક શંકા-કુશંકા સેવાઈ હતી. ત્યારે આજરોજ સાંજના શુમારે વધુ એક દીપડો માલુ ગામેથી પાંજરામાં પુરાયો હતો. યુવાન લાગતો આ દીપડો માનવ ભક્ષી હોય તેવી શંકા સેવાઈ રહી છે.