પશ્ર્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય કાવડ યાત્રાના આદેશ પર સ્ટે મંજૂર કર્યો. આ અસ્પષ્ટ નિર્દેશોના અમલ પર સ્ટે છે. માલિક અથવા કામદારોની ઓળખ અથવા નામ દર્શાવવાની જરૂર નથી. આપણું બંધારણ જીવે છે અને આપણે હંમેશા તેનું રક્ષણ કરીએ. આજે સુપ્રીમ કોર્ટે સોમવારે યુપી-ઉત્તરાખંડમાં કંવર યાત્રાના રૂટ પર દુકાનદારોને નેમપ્લેટ લગાવવાનું ફરજિયાત બનાવવાના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકયો છે. જો કે સાથે કોર્ટે એમ પણ કહ્યું કે દુકાનદારોએ શાકાહારી કે માંસાહારી છે તેની ઓળખ જરૂર આપવી જોઈએ. દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. દુકાનદારોએ માત્ર ખોરાકનો પ્રકાર જણાવવો પડશે. ઢાબામાં ભોજન શાકાહારી છે કે માંસાહારી તે જણાવવું પડશે. હવે આ મામલામાં આગામી સુનાવણી ૨૬મી જુલાઈએ થશે.
નોંધનીય છે કે ટીએમસી નેતા મહુઆ મોઈત્રાએ કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તૃણમૂલ નેતાએ અરજીમાં જણાવ્યું હતું કે યાત્રિકોની આહાર પસંદગીનો આદર કરવાના કથિત આધાર પર માલિકો અને તેમના કર્મચારીઓના નામ પણ જાહેર કરવા દબાણ કરવું એ માત્ર એક બહાનું છે. ટીએમસી સાંસદની અરજીમાં આરોપ છે કે મુસ્લિમ દુકાનદારો અને કામદારો પર સામાજિક અને આથક બહિષ્કાર કરવા અને તેમની આજીવિકા નષ્ટ કરવા માટે આવું કરવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલત સમક્ષ મહુઆ મોઇત્રાએ બંને રાજ્ય સરકારો દ્વારા પસાર કરાયેલા આદેશો પર સ્ટે માંગ્યો હતો. તેમણે કહ્યું કે આવી સૂચનાઓ સમુદાયો વચ્ચેના મતભેદોને વધારે છે. જો કે કોર્ટે આ મામલે વચગાળાનો સ્ટે આપ્યો છે આ અરજીની હજુ સુનાવણી માટે સૂચિબદ્ધ થવાની બાકી છે.