
મલેકપુર, મલેકપુરના તાતરોલી રોડ ઉપર આવેલ મહિસાગર નદીના પુલની બન્ને સાઈડની રેલીંગ જર્જરિત હાલતમાં છે અને પુરતી છેક સુધી ન હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
મલેકપુર થી તાંતરોલી રોડ ઉપર આવેલ મહિસાગર નદીના પુલ પર થઈને વાહન ચાલકોને રાહદારીઓની દિવસ રાત ભારે અવર જવર રહે છે. ત્યારે પુલની બન્ને બાજુ સુરક્ષા રેલીંન્ગો પુલના બન્ને છેડે ચોક્કસ રીતે ન હોવાથી ક્યારેક મોટો અકસ્માત સર્જાય શકે તેવી ભીંતી સેવાઇ રહી છે. સ્થાનિકો દ્વારા ને વાહન ચાલકો દ્વારા જણાવ્યા મુજબ સામેથી આવતા વાહનોને સાઈડ આપવાની થાય ત્યારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મલેકપુર થી આ પુલના માર્ગ પરથી સીધો સોકકટ આટલવાડા ભાગલીયા, વેલણવાડા અમથાણી ડીટવાસ, પુનાવાડા જેવા વિવિધ ગામો સાથે જોડાયેલા છે. ચોવીસ કલાક વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે આ મહીસાગર નદી પરના બ્રિજની સાઈડની રેલીંગોની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી લોકોની માંગ છે.