માલીમાં બસ પુલ પરથી નીચે ખાબકતા ૩૧ લોકોનાં મોત નિપજયા

 માલીમાં મુસાફરો ભરેલી બસ પૂલ નીચે ખાબકતા તેમાં સવાર 31 લોકોના મોત થયા છે, તેમજ ઘણાં લોકો ઘાયલ થયા છે. પરિવહન મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે.

 માલીના પરિવહન મંત્રાલયે એક ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે મંગળવારે, માલીના પશ્ચિમી શહેર કેનિબા નજીક નદી પરના પુલ પરથી એક પેસેન્જર બસ નીચે ખાબકી હતી. જેમાં સવાર ઓછામાં ઓછા 31 લોકોનો મોત થયા હતા. મંત્રાલયે જણાવ્યું કે બુર્કિના ફાસો જઈ રહેલી બસ મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે પુલ પાર કરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં ઘણા માલિયન અને પશ્ચિમ આફ્રિકાના પેટા-પ્રદેશના નાગરિકો હતા. “સંભવિત કારણમાં ડ્રાઇવરે સ્ટેરિંગમાંથી કાબૂ ગુમાવતા બસ બેકાબુ થઈ હોવાનું,” જણાવ્યું હતું.

મંગળવારે દક્ષિણ માલીમાં એક ડ્રાઇવરે પેસેન્જર બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 31 લોકો મોત થયા છે અને અન્ય ઘાયલ થયા. માલીના પરિવહન મંત્રાલયના ફેસબુક પેજ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બસ પશ્ચિમ આફ્રિકાના ઉપ-પ્રદેશમાંથી માલિયનો અને નાગરિકોને બુર્કિના ફાસો લઈ જઈ રહી હતી ત્યારે તે પલટી ગઈ, જેમાં 31 લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે થયો હતો. બસ બગો નદી પરના પુલને પાર કરી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બસ દક્ષિણ-પશ્ચિમ માલિયન શહેર કેનિબાથી આવી રહી હતી અને બસના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો જેના કારણે અકસ્માત ભયંકર અકસ્માત સર્જાયો હતો.

તમને જણાવી દઈએ કે માલીમાં રોડ અકસ્માતો મુખ્ય રીતે ખરાબ રસ્તા અને વાહનોની સ્થિતિને કારણે થાય છે. અગાઉ 19 ફેબ્રુઆરીના રોજ, મધ્ય માલીમાં જાહેર પરિવહન બસ અને એક લોરી વચ્ચે ટ્રાફિક અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા અને 46 થી વધુ ઘાયલ થયા હતા. 2023ના યુએન ડેટા દર્શાવે છે કે વિશ્વના લગભગ એક ચતુર્થાંશ મૃત્યુ આફ્રિકામાં થાય છે.