મલેકપુર, કડાણા તાલુકાના સંઘરી ગામના 200 જેટલા પરિવારોને કાળઝાળ ગરમીમાં પીવાના પાણીને લઇ લોકોની ખરાબ પરિસ્થિતિ સંઘરી ગામના ટીબા ફળિયાની અંદર સો જેટલા મકાનની વસ્તીમાં માત્ર એક જ હેન્ડ પંપ પરથી પાણી લેવા માટે નિર્ભર રહેલા છે. સવારે 8 વાગ્યા થી હેન્ડ પંપ ઉપર પાણી ભરવા માટે લાંબી કતારો જામે છે. એક કલાક પછી વારાફરતી પાણી ભરવાનો વારો આવતો હોય છે. જેમાં ગૃહિણીઓનો સમય બરબાદ થઇ તડકો વેઠી પાણી ભરી લાવે છે. સંઘરી ગામના ગામજનોને છેલ્લા બે માસથી પાણી માટે વલખાં મારવા પડતા હોય છે.
હેન્ડ પંપ પર માત્ર એક દેગડો પાણી મળતું હોય છે. મૂંગા પશુઓ અને ઘર વપરાશ માટે લોકો પાણી માટે વલખા મારવા પડે છે. સંઘરી ગામમાં ટીંબા ફળિયામાં 1જ હેડપંપહોવા છતાં તે હાલમાં બગડેલ અને બંધ હાલતમાં હતો, જે ગામના જાગૃત નાગરીકે તેને રિપેર કરાવ્યો છે અને ગામની અંદર ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. પાણી માટે સંઘરી ટીબા ફળીયામાં ગામની ગંભીર પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળે છે.
આજ સુધી સંગરી ગામના ટીબા ફળિયામાં 200વસ્તી ધરાવતા ફળિયામાં પાણી પુરવઠા કે કોઈપણ સ્થાનિક નેતા કોઈ અમને સામું જોઈતું નથી. સરકારે પાણીનિ વાસ્મો યોજના અંતર્ગત નળ તો આપી દીધા છે, પરંતુ આજદિન સુઘી નળમાં પાણીનું ટીપુંય નળમાં આવ્યું નથી. નળ સે જળ યોજનાનો લાભ આજ દિન સુધી નથી મળ્યો અને નળ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહયા છે. એક જ હેન્ડપંપ પર લાઈનમાં ઊભા રહીને સવારથી જ પાણી ભરવા માટે લાંબી કતારો જામતી હોય છે. આ બાબતની ગામના સરપંચ કે કોઈપણ અધિકારી અમારી સાંભળવા તૈયાર નથી. ગામમાં પાણી માટેની કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી. ગામના રહીશોને પાણીનો મોટો પ્રશ્ર્ન છે, જો હેન્ડપંપ બગડી જાય કે પાણી બંધ થઈ જાય તો આખા ગામના ગ્રામજનોને તરસે મરવાનો વારો પણ આવી શકે છે. વહેલી તકે મૂંગા ઢોરોને અને ગામનો પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ થાય તેવી ગ્રામજનોની માંગ છે.