મલેકપુર ધોરણ-10નું મલેકપુર હાઈસ્કૂલનું પરિણામ 93.06 %

મલેકપુર, લુણાવાડા તાલુકાના મલેકપુર ગામની મહાત્મા ગાંધી વિનય મંદિર હાઈસ્કૂલ માં વર્ષ 2023 -24 નું ધોરણ 10નું પરિણામ 93.06 % આવ્યું. જેમાં કુલ 144 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી. એમાંથી 134 વિદ્યાર્થી ઉતીર્ણ થયેલ છે.

આ ઉપરાંત મહીસાગર જીલ્લામાં જ. જ. ઈ ના કુલ 30 કેન્દ્ર પૈકી મલેકપુર કેન્દ્ર નું પરિણામ પ્રથમ ક્રમે 91.19 % આવેલ છે. શાળામાં પ્રથમ ત્રણ નંબરે આવેલ વિધાર્થી ( 1 ) ગોધા પ્રિન્સ પ્રવિણકુમાર, 90.66 % ( 2 ) ધામોત નયના વિજયભાઈ, 89 % ( 3 ) ડામોર પ્રીતિ કમલેશભાઈ, 87.67 % ગુણ પ્રાપ્ત કરેલ છે. ત્રણેય વિધાર્થી ઉપરાંત પાસ થયેલ બધા વિદ્યાર્થીઓ ને શાળા પરિવાર તેમજ ગ્રામ્ય જીવન કેળવણી મંડળ ખુબ ખુબ અભિનંદન આપે છે.