મલેકપુર,મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નાનાવડદલા ગામના જુની વસાહત અને નવી વસાહત ફળીયાના ભક્તજનો દ્વારા સેમારાના મુવાડા બસ સ્ટેન્ડ ખાતે આવેલ બાબા રામદેવપીરના મંદિરનો 27 મો પાટોત્સવની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર નાનાવડદલા ગામના ગ્રામજનો તેમજ રામદેવપીર યુવક મંડળ દ્વારા બાબા રામદેવપીરના મંદિર ખાતે 27 મો પાટોત્સવની આનંદ ઉલ્લાસ તેમજ ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવેલ હતી. બાબા રામદેવપીરના મંદિર ખાતે વહેલી સવારથી પુજા અર્ચના હવન કરી બાબા રામદેવજીનો વરઘોડો કાઢવામાં આવેલ હતો. જયારે બાબા રામદેવજી વરઘોડો રામદેવપીરના મંદિર ખાતે થી નવી વસાહત જુની વસાહત થઇ ગામ ખેડા માતાજીના મંદિર સુધી કાઢવામાં આવેલ હતો. જયારે આ વરઘોડામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ વાજતે ગાજતે તેમજ ભજન કિર્તન સાથે બાબા રામદેવજી મંદિર ઉપર બાબા રામદેવજીનો નેજો ચડાવામાં આવેલ હતો. તેમજ દર વર્ષે જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આમ, આનંદ ઉલ્લાસ સાથે બાબા રામદેવજી પાટોત્સવ ઉજવણી કરવામાં આવેલ હતી. જયારે સમગ્ર વાતાવરણ પણ્ ભક્તિમય બન્યું હતું અને ભક્તજનો પણ અનેરો ખુશીનો માહોલ છવાયો હતો.