
મલેકપુર, સૂર્ય પ્રકોપ તાપમાન 46=ડિગ્રી, થી પણ વધારે પહોંચતા મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરના બજાર બન્યા સુમસાન છેલ્લા પાંચ દિવસથી ગરમીના પગલે બજારો સુમસામ સાંજના સમયે ભારે બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયામહીસાગર જીલ્લાના લુણાવાડા પંચાગ સહિત ઘણા દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે અને 3 દિવસથી સતત તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારનું મહત્તમ તાપમાન 46,ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યું છે. ગરમીના કારણે માણસોથી લઈ પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. અસહ્ય ગરમીના કારણે લોકોના જનજીવન પર અસર જોવા મળી રહી છે.
લુણાવાડા નગર તેમજ તાલુકામાં આવેલ મલેકપુર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 5દિવસથી 45,0ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. સાંજના સમયે ભારે બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ગરમીના કારણે ખાસ કરીને બપોરના 1 થી 4 ના સમયગાળામાં લોકો બહાર જવાનું ટાળે છે અને ઘરમાં વાહનચાલકો સહિત રાહદારીઓની ઓછી ચહલપહલ જોવા મળે છે. સોમવારના ચાલુ દિવસ હોવા છતાં પણ લોકોને મોડે સુધી ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી. આરોગ્ય તંત્ર દ્વારા પણ લોકો હિટવેવનો ભોગ ન બને તે હેતુસર પૂરતા પ્રમાણમાં શરીરમાં પાણી, લીંબુ સરબત પીવો તેવી અપીલ કરાઇ છે. આગામી દિવસોમાં બાલાસિનોર સહિત સમગ્ર તાલુકામાં તાપમાનનો ધારો વધે તો નવાઈ નહી રહે. આવનારા સમયમાં હજી તો કેટલા ડિગ્રી તાપમાન જશે તો નવાઈ નહી મલેકપુર નું બજા સુસામ તસવીરમાં નજરે પડી છે