
મલેકપુર,મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના આવેલ મલેકપુર થી ત્રણ કિલોમીટર દૂર દાત્રોલી બ્રિજ જે વરસાદના કારણે બંધ હતો. તે આર એન્ડ બી દ્વારા બ્રિજનું તાત્કાલિક સમર્થન કરી ગુરૂવારના રોજ ખુલ્લો મુકાયો છે. ત્યારે ખુશીની વાત તો એ છે કે, હાલ ભાદરવા મહિનાને લીધે અંબાજી જતા પદયાત્રાળુઓમાં ખુશી જોવા મળી હતી. જ્યારે બ્રિજ બંધ હતો. ત્યારે પદયાત્રીઓને 20 કીમી ફરીને જવું પડતું હતું. ત્યારે ફુલ ચાલુ થતા જ રાહદારીઓમાં તેમજ પદયાત્રીઓમાં ખુશી જોવા મળી હતી. આ પુલ ઉપરથી દાહોદ, ઝાલોદ, એમપી, રાજસ્થાન સહિતના રથ લઈને અંબાજી જતા હોય છે. ત્યારે માર્ગ એન્ડ મકાન દ્વારા તાત્કાલિક દિવસ રાતે કરીને પુલને ચાલુ કર્યો છે.