મલેકપુર પગાર કેન્દ્ર શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

મલેકપુર, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2023 અંતર્ગત મલેકપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. જેમાં આંગણવાડી વાડીના 2 બાળવાટિકામાં 7 ધોરણ-1માં ત્રણ બાળકોને શૈક્ષણિક કિટ આપી પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી વિનય મંદિર હાઈસ્કૂલના માજી આચાર્ય તાવીયાડ, લાયઝન અધિકારી, SMCના અધ્યક્ષ, માજી CRC પંડ્યા, ગામના વાલીઓ તથા આરોગ્ય કેન્દ્રના, આંગણવાડી, શાળાના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરી બાળદેવો ભવિષ્યમાં ઉચ્ચ લાયકાત મેળવી દેશ સેવામાં ભાગીદાર થાય તેવા આશીર્વાદ આપવામાં આવ્યા.