મલેકપુર ,મલેકપુર થી ત્રણ કિમી દૂર આવેલ તાંતરોલી બ્રીજ પર ખાડા પડતા અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. મલેકપુર થી આટલ વાળા તરફ જતો રસ્તો માર્ગ પર આવેલા તાંતરોલી મહીસાગર નદીના પુલ પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે . તંત્ર દ્વારા તાત્કાલિક ખાડાઓની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ છે.
આ માર્ગ મલેકપુર થી સીધો સોકકટ આટલવાડા, ભાગલીયા, વેલણવાડા, અમથાણી, ડીટવાસ, પુનાવાડા થઈને રાજસ્થાન તરફ જવા માટે જોડતો માર્ગ છે. ગત ચોમાસામાં ભારે વરસાદને પગલે આ તાંતરોલી મહીસાગર પુલ પર પાણી ફરી વળતા ધોવાણ થયું હતું. જે તાત્કાલિક તંત્ર દ્વારા ખાડાઓ પુરવામાં આવ્યા હતા, પણ સંપૂર્ણ રીતે ખાડાઓની કામગીરી ન થતાં વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે.
બીજી તરફ મલેકપુર ખાતે શાળાઓમાં અભ્યાસ અર્થે જતા બાળકોના સ્કૂલ વાહનો, બસો, અને હનુમાનજી મંદિર આવેલું છે. દર શનિવારે શ્રધ્ધાળુઓની આ માર્ગ પરથી મોટી સંખ્યામાં અવર જવર રહે છે. તેમજ જાગ્રુત નાગરિકો અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કે આ તાંતરોલી મહીસાગર નદીના પુલને ઉંચો બનાવવામાં આવે તો અતિ આવશ્યકતા છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ હોય તો નદીમાં પાણીનો પ્રવાહ વધું હોય તો આ તાંતરોલી પુલ પરથી સામા કાંઠાના ગામોમાં જવા માટે વાહન વ્યવહાર સદંતર બંધ થઈ જાય છે. સત્વરે તંત્ર દ્વારા આ પુલ પ્રત્યે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ છે.