મલેકપુર મહાત્મા ગાંધી વિનય મંદિર ખાતે નવરાત્રીનું આયોજન કરાયું

મલેકપુર,શનિવારે શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર, મલેકપુરમા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારના રમણ્ય વાતાવરણમાં ર્માં અંબેની આરતી શાળાના આચાર્ય શૈલેષકુમાર પટેલ, સિનિયર શિક્ષકો રમણભાઈ, શર્મિષ્ઠાબેન, હરીશભાઈ તથા શાળાના તમામ કર્મચારીઓ, શાળાના જી.એસ,એલ.આર, મોનિટર દ્વારા ઉતારવામાં આવી અને જાણે ર્માં અંબા સાક્ષાત હાજર થઇ જાય તેવું વાતાવરણ ઉભું કરીને આરાધ્યાની સ્તુતિ કરી ગરબા શરૂ કર્યા. શાળામાં ઉપસ્થિત 485 વિદ્યાર્થીઓ તેમજ તમામ ઉત્સાહી સ્ટાફે ગરબા ગાઈને આનંદ મેળવ્યો. લગભગ ત્રણ કલાક શાળાના પટાન્ગણ માં દરેકે ખુબ ખુબ આનંદ મેળવ્યો. શાળાના સિનિયર બે શિક્ષક તરફથી દરેક વિદ્યાર્થીઓને બુંદીનો પ્રસાદ આપવામાં આવ્યો. અને અંતે સૌ શિક્ષક મિત્રોએ ખુબ આનંદ થી નવરાત્રીનું આયોજન કરી આનંદ માણ્યો.