મલેકપુર, મલેકપુરમા આઠમના દિવસે દરબારગઢમાં ર્માં ચામુંડા ભાણેશ્વરી નું માતાજીનું હવન કરવામાં આવ્યું હતું. આ હવનમાં જયપાલસિંહ ડી સિસોદીયા તેમજ દિવ્યા કુંવરબા સિસોદીયા સહિત સહ જોડે હવન કર્યું હતું. આ માતાજીના હવનમાં આજુબાજુના ગામ લોકોએ પણ શ્રીફળ હોમીને દર્શન નો લાવો લીધો હતો. ચૈત્ર નવરાત્રીના હાથમાં દિવસે હવનમાં મલેકપુરના ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો અને મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આઠમના દિવસે રાતના ભજન સત્સંગ નું આયોજન કરવામાં આવ્યું હતું