મલેકપુર, શ્રી રામ ભગવાનની અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થઈએ ખુશીમાં આપણા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. મલેકપુર પાસે આવેલ હાળાના મુવાડા ગામે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં સાળા ઘંટીયાણા સીમલીયાના ભક્તો જોડાયા હતા.
અને આખું હાળાના મુવાડા ગામ ભક્તિમય બન્યું હતું. ડીજેના તાલ સાથે ભક્તો શ્રીરામ… શ્રીરામની ધૂન મચાવી હતી અને સાંજે આઠ વાગે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મહાઆરતીના આયોજન બાદ મહાપ્રસાદ તેમજ શ્રીરામના ભક્ત એવા હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી ગામના ભક્તોએ શ્રીરામના મોડી રાત સુધી ભજન કર્યા હતા.