મલેકપુર ગ્રામ પંચાયત દ્વારા 4 લાખના ખર્ચે બનાવેલ સામૂહિક શૌચાલય સ્વચ્છતા અને જાળવણીના અભાવે બિનઉપયોગ

મલેકપુર,

મલેકપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલયમાં ઉભરાતી ગંદકીથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. જાહેર શૌચાલયની સાફ સફાઈ ન કરવાને લઈ ગંદકીથી રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.

મલેકપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર સામૂહિક શૌચાલય હાલ ગંદકીનું સામ્રાજય ફેલાયેલ જોવા મળી રહ્યું છે. જાહેર સામૂહિક શૌચાલયની સાફ સફાઈના અભાવે ગંદકીથી ઉભરાઈ રહ્યું છે. ગ્રામજનોને શૌચાલય પાસેથી પસાર થવું પણ અસહ્ય થયું છે. ગ્રામ પંચાયત દ્વારા 4 લાખની માતબર રકમથી બનાવવામાં આવ્યું છે. જેમાંં બે લાખ લોક ફાળો અને બે લાખની ગ્રાન્ટથી તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ મલેકપુર ગ્રામ પંચાયત દ્વારા સામૂહિક શૌચાલયની જાળવણી અને સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેતા હાલ ખંડેર હાલતમાં છે. તેમ છતાં શૌચાલયની ગંદકીથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે લાખો રૂપીયાના ખર્ચે બનેલ જાહેર શૌચાલયની જાળવણી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે તો સાચા અર્થમાં સામૂહિક શૌચાલય માટે ખર્ચ કરવામાં આવ્યો છે. તે સાચા અર્થમાં સાર્થક થાય તેમ છે.