મલેકપુર ગામે ખેતરમાં શોર્ટ સર્કિટની આગ લાગતાં મકાઈ બળીને ખાખ થઈ.

મલેકપુર,મલેકપુરમાં એગ્રીકલ્ચર ની લાઇન જતી હોય છે, ત્યારે ખેડૂત નારણભાઈ મૂળજીભાઈ પટેલના ખેતરમાં શોર્ટ સર્કિટ થતા જ આગ લાગી હતી. ત્યારે મકાઈનો આંખ બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂતના જણાવ્યા અનુસાર અંદાજિત 10000 થી પણ વધારે નુકસાન થયું છે, તેવું જણાવ્યું હતું. ત્યારે જીઇબીની બેદરકારી જોવા મળી રહી છે. એગ્રીકલ્ચરની લાઇનની ડીપી પણ હાલ બિસ્માર હાલતમાં છે, ડીપીનું ઢાંકણું પણ હાલ નથી. ત્યારે કોઈ મોટી જાનહાની થાય તે પહેલા જ ફ્યુઝ પણ ખુલ્લા છે. ડીપીનું બોક્સ નખાય તો મોટી જાણકારી ટળે તેમ છે. બીપીની ઉપર પણ વેલા લબડેલા તેમજ ફ્યુઝ પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે અને એગ્રીકલ્ચરમાં ની જતી લાઈન હાલ ખેતરમાંથી જતા વાયરો પણ નમેલા જોવા મળી રહ્યા છે. ત્યારે મકાઈનો પાક બળીને ખાખ થઈ ગયો છે, ત્યારે મોટી જાનહાની થાય તે પહેલા જ વાયરો ઓછા કરવામાં આવે તેમજ કેનાલ પર ડીપીનું બોક્સ બદલવામાં આવે તેવી લોક માંગ છે.

હાલ ખેડૂત નારાયણભાઈ મૂળજીભાઈના જણાવ્યા અનુસાર એમણે જણાવ્યું હતું કે, મારા ખેતરમાં અંદાજિત 10,000 થી પણ વધારે મકાઈનો પાક બળી ગયો છે, તેવું જણાવ્યું હતું.