મલેકપુર,
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુરના બજારમાં ચાર રસ્તા પડે છે. જેની આજુબાજુ દુકાનો તેમજ લારી ગલ્લા આવેલા છે. ત્યારે અવાર નવાર ટ્રાફિકની સમસ્યા બહુ રહે છે અને નાના મોટા અકસ્માતો પણ થયેલા છે. ગ્રામીણ બેન્ક તેમજ પેટ્રોલપંપ પણ આવેલો છે. લોકોની અવર જવર પણ વધારે રહેતી હોય છે. એક રસ્તો મોવાસા તરફ તેમજ બીજો ખાનપુર તરફ તેમજ રાજસ્થાન તરફ જતો હોય છે. મલેકપુર થી દીવડા-કડાણા હતો હોય છે અને મલેકપુર થી લુણાવાડા તરફ જતો રસ્તો હોય છે. ત્યારે ચોવીસ કલાક આ માર્ગ પર વાહન વ્યવહાર વધારે રહેતો હોય છે, માટે વેપારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોની માંગ છે. મલેકપુર ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર ચારેબાજુ મૂકવામાં આવે તેવી માંગ તંત્ર દ્વારા લુણાવાડા થી મલેકપુર દીવડા કડાણા સુધીનો રસ્તો તો નવો બનાવવામાં આવ્યો છે, પણ આજદિન સુધી સ્પીડબ્રેકર મૂકવામાં આવેલ નથી, માટે અવાર નવાર મલેકપુર હનમાન સર્કલ પર નાના મોટા અકસ્માતો થાય છે, માટે કોઈ મોટી દુર્ઘટના ના થાય તે માટે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકમાંગ છે.