- પી.એચ.સી.ખાલી પડેલ તબીબનીજગ્યા તત્કાલ ભરાય તે જરૂરી.
મલેકપુર, લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના પી.એચ.સી. કેન્દ્રમાં આસપાસના 68 ગામોના લોકો દવા સારવાર કરાવવા માટે આવતા હોય છે. પી.એચ.સી.ના તબીબનું 25 દિવસ અગાઉ માર્ગ અકસ્માતમાં મોત નિપજાવા પામ્યું હતું. ત્યારથી મલેકપુર પી.એચ.સી.કેન્દ્રમાં તબીબ નહિ મૂકતાં દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે.
લુણાવાડાના મલેકપુર ગામ હવેલી વિસ્તારમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 68 ગામોના લોકો દવા સારવાર માટે પી.એચ.સી.માંં આવતા હોય છે. પી.એચ.સી.માં ફરજ બજાવતા તબીબનું 25 દિવસ અગાઉ અકસ્માતમાં મરણ થતાં મલેકપુર પી.એચ.સી. તબીબ વિહોણું બન્યું છે. મલેકપુર પી.એચ.સી. તબીબ વગર ચાલી રહ્યું છે. ત્યારે મલેકપુર પી.એચ.સી.માં તબીબની જગ્યા તત્કાલ ભરવામાં આવે તે જરૂરી છે. હાલ તબીબ વગર ચાલતા પી.એચ.સી. કેન્દ્રમાં આવતાં દર્દીઓને હાલાકી વેઠવી પડતી હોય જેથી લુણાવાડા સુધી લાંબુ થવું પડતુંં હોય છે.