માલદીવે ફરી ડોનયર એરક્રાફ્ટ અને ભારત તરફથી ભેટમાં મળેલા બે હેલિકોપ્ટરનો ઉપયોગ શરૂ કર્યો છે. માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ એ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે ડોનયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ મેડિકલ ઈવેક્યુએશન તરીકે કરવામાં આવી રહ્યો છે. આ વખતે તેઓ ભારતથી મોકલવામાં આવેલી નાગરિક ટીમો દ્વારા સંચાલિત છે. દરમિયાન, પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ નાગરિક ઉડ્ડયન કર્મચારીઓ સાથે તબીબી સ્થળાંતર સેવાઓ ફરી શરૂ કરવા માટે સક્ષમ બનાવવા બદલ ભારતનો આભાર માન્યો છે.
એમએનડીએફએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમે બે મેડિકલ ઈમરજન્સીમાં ભારત તરફથી મળેલા હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. અમે તેને ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડશે ત્યારે ઓપરેટ કરીશું. ડોનયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર અગાઉ ભારતીય સૈન્ય કર્મચારીઓ દ્વારા સંચાલિત હતા. ગયા નવેમ્બરમાં રાષ્ટ્રપતિ મુઇઝાતુએ શપથ લીધા પછી તરત જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્ર મુઈઝુ ’ઈન્ડિયા આઉટ’ ના નારા સાથે સત્તામાં આવ્યા અને તેમના શપથ લીધાના કલાકોમાં જ તેમણે ભારતને તેના લશ્કરી કર્મચારીઓને પાછા ખેંચવા વિનંતી કરી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને માલદીવ વચ્ચે થયેલા કરાર મુજબ ભારતીય સેનાના તમામ જવાનોને ૧૦ મે સુધીમાં અલગ-અલગ જૂથોમાં તેમના દેશ પરત ફરવાના હતા. ભારતે પણ પોતાનું વચન પાળ્યું. સૈન્ય કર્મચારીઓને નાગરિકો દ્વારા બદલવામાં આવ્યા હતા, કારણ કે ભારતે થોડા વર્ષો પહેલા માલદીવને ભેટમાં આપેલા ડોનયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પરત કર્યા ન હતા.
રાષ્ટ્રપતિએ માલેમાં માલદીવની સ્વતંત્રતાની ૫૯મી વર્ષગાંઠ પર ’ૠણ પુનર્ગઠન અને ૠણ વ્યવસ્થાપન’ વિશે વાત કરી હતી. રાષ્ટ્રપતિએ માલદીવને તેના દેવાની ચુકવણીના પ્રયાસોમાં મદદ કરવામાં ભારતના નોંધપાત્ર યોગદાનને સ્વીકાર્યું. તેમણે કહ્યું કે ભારતે ઇં૫૦ મિલિયન (લગભગ ૪૧૮ કરોડ રૂપિયા)ની લોનની ચુકવણીની સમયમર્યાદા બે વર્ષ સુધી લંબાવી છે. વધુ બે વર્ષ માટે ફૂડ ક્વોટા પણ પૂરો પાડ્યો. આ માટે અમે ભારતનાં આભારી છીએ.