કોચી,ભૂતપૂર્વ સાંસદ અને પીઢ મલયાલમ અભિનેતા ઇનોસન્ટ વારીદ થેક્કેથાલાનું નિધન થયું છે. તેમણે કેરળના કોચીની એક ખાનગી હોસ્પિટલમાં રવિવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ ૭૫ વર્ષના હતા. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઇનોસન્ટનું મોત કોરોના થી થયું છે, તેઓને શ્ર્વસન સંબંધી રોગો હતા અને બાદમાં મલ્ટી-ઓર્ગન ફેલ્યોર અને હાર્ટ એટેકના કારણે થયું છે. ભૂતપૂર્વ લોક્સભા સાંસદ ઇનોસન્ટ ૩ માર્ચથી કોચીની વિપીએસ હોસ્પિટલમાં દાખલ હતા.
ઇનોસન્ટ કેન્સર સર્વાઈવર હતા. ૨૦૧૨માં તેને કેન્સરની ખબર પડી. ૨૦૧૫ માં, તેણે કેન્સરમાંથી સાજા થવાની જાહેરાત કરી. ૨૦૧૪ની લોક્સભા ચૂંટણીમાં, ઇનોસન્ટ કેરળના ચાલકુડી મતવિસ્તારમાંથી કઉૠ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી, જેમાં તેઓ જીત્યા અને સંસદના સભ્ય બન્યા. તેમણે કોંગ્રેસના પીઢ નેતા પીસી ચાકોને ૧૩ હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં તેઓ આ જ બેઠક પરથી કોંગ્રેસના બેની બેહનન સામે હારી ગયા હતા.
ઇનોસન્ટ ’એસોસિએશન ઑફ મલયાલમ મૂવી આટસ્ટ’ના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા. તેઓએ એક ઉમદા અભિનેતા હતા અને ૫૦ વર્ષ થી વધુ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂક્યા છે. તેઓ મુખ્ય ભાગે કોમેડી રોલ કરતા. તેમના નિધન પર અભિનેતા સૂર્યા, ભાજપ નેતા ખુશ્બુ સુંદર, કોંગ્રેસ સાંસદ શશી થરૂર, કેરળ મુખ્યમંત્રી વિજયન સહિતના નેતાઓએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.