બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મોની સાથે સાથે અંગત જીવન પણ ચર્ચામાં રહે છે. ઘણીવાર સ્ટાર્સની લવ લાઈફને લઈને કોઈ મોટી અપડેટ સામે આવે છે. આ દરમિયાન બોલિવૂડના સૌથી ફેમસ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
તાજેતરમાં, મલાઈકા અરોરાના એક્સ હસબન્ડ અરબાઝ ખાને લગ્ન કર્યા, જે પછી લોકો અભિનેત્રીને તેના બીજા લગ્ન વિશે પૂછી રહ્યા છે. આ દરમિયાન મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી છે. આ બંનેને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે, જ્યારે ફેન્સ પણ મલાઈકા અને અર્જુન પર ઘણો પ્રેમ વરસાવે છે. એવામાં એક મીડિયા રિપોર્ટ અનુસાર બે મહિના પહેલા જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાથી અલગ થઈ ગયા છે. આ કપલે તેમના સંબંધોમાંથી થોડો બ્રેક લીધો છે અને તેની પાછળનું કારણ લગ્ન હોવાનું કહેવાય રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરા કે અર્જુન કપૂર બંનેમાંથી કોઈ હજુ લગ્ન માટે તૈયાર નથી. તો કેટલાક મામલામાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેઓ સમજી ગયા છે કે અલગ થવું એ ઉકેલ નથી અને જલ્દી જ સાથે આવી શકે છે. જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી.
હાલમાં જ મલાઈકા અરોરાનો એક શોનો વીડિયો વાયરલ થયો હતો. આ શોમાં મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું કે શું તે વર્ષ 2024માં લગ્ન કરવા જઈ રહી છે. આના જવાબમાં મલાઈકાએ કહ્યું હતું કે ‘કોઈ પૂછશે તો હું ચોક્કસ કરીશ’.