મુંબઇ,
અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડનું એવું કપલ છે, જેના પર હંમેશા લોકોની નજર ટકેલી રહે છે. આ કપલ પોતાના રિલેશનશિપને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સાથે જ બંનેની સગાઈ અને લગ્નની અફવા પણ હંમેશા ઉડતી રહે છે. એકવાર ફરી સોશિયલ મીડિયા પર આ બંનેના લગ્નની સગાઈને લઈને ચર્ચા થઈ રહીછે. એક ટ્રેડ એક્સપર્ટની તરફથી બંનેના સગાઈને લઈને ટ્વિટ કરવામાં આવી છે, ત્યાર બાદથી ફરી એકવાર બંનેનો સંબંધ ચર્ચામાં આવ્યો છે.
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર લાંબા સમયથી એકબીજાની સાથે છે. પહેલા જ્યાં આ કપલ પોતાના સંબંધને લઈને ખુલીને વાત નહતા કરતા. ત્યાં, હવલે બંને પબ્લિકલી સાથે હરતા-ફરતા જોવા મળે છે. એવામાં મલાઈકા અને અર્જૂનના ફેન્સ પણ એવું ઈચ્છે છે કે બંને પોતાના સંબંધને લગ્નનું નામ આપી દે.
ટ્રેડો એક્સપર્ટ ઉમૈર સંધૂએ ટ્વિટર એકાઉન્ટ પર એક જાણકારી શેર કરી છે, જેને લઈને સોશિયલ મીડિયા ખૂબ જ ચર્ચામાં રહી છે. ઉમૈરે મલાઈકા અને અર્જૂનનો એક ફોટો શેર કરીને લખ્યુ, ’બ્રેકિંગ ન્યૂઝ, મલાઈકા અને અર્જૂન કપૂર આવતા અઠવાડિયે પેરિસમાં સગાઈ કરવાના છે.’ ઉમૈરની આ ટ્વિટ બાદ એકવાર ફરી કપલના લગ્નની ચર્ચા શરુ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, પેરિસમાં સગાઈના ફંક્શનમાં અમુક ખાસ લોકો જ સામેલ હશે. વળી, એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ કપલ માર્ચમાં લગ્નની પ્લાનિંગ કરી રહ્યા છે.
બીજી તરફ ઉમૈરે અમુક દિવસો પહેલા પણ કહ્યુ હતું કે મલાઈકા અને અરબાઝના દીકરા અરહાનની અર્જૂન સાથે એટલી સારી બોન્ડિંગ નથી, તેથી હવે તે પિતા અરબાઝ સાથે રહેવા લાગ્યો છે. જણાવી દઈએ કે અરબાઝ અને મલાઈકાના લગ્ન વર્ષ ૧૯૯૮માં થયા હતાં. વાદ-વિવાદ બાદ વર્ષ ૨૦૧૭માં બંને અલગ થઈ ગયા હતાં. મલાઈકા ત્યાર બાદ અર્જૂન કપૂરની જીંદગીમાં સામેલ થઈ હતી.