ધોધંબા,ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ મલાવ ફળિયામાં રસ્તા વચ્ચે વીજપોલ અને જર્જરિત આંગણવાડી નો પ્રશ્ર્ન વર્ષોથી યથાવત હતો. જેને ધ્યાને લઇ આજરોજ ઘોઘંબા ગ્રામપંચાયતના સરપંચ નિલેશભાઈ વરીઆ દ્વારા નડતરરૂપ આંગણવાડીને જેસીબી વડે સાવચેતી સાથે તોડી પાડવામાં આવી અને અહીંનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશ વરીઆ તેમજ ટીમ ઘોઘંબા દ્વારા વીજપોલને બાજુમાં ખસેડાવી અને જર્જરિત આંગણવાડી તોડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો.