મેક્સિકોમાં ઓટિસ વાવાઝોડાએ મચાવી તબાહી, ૨૭ લોકોના મોત અન્ય ૪ લાપતા

મેક્સિકોના અલાપુલ્કોમાં ઓટિસ વાવાઝોડાએ તારાજી સર્જી છે. ઓટિસ વાવાઝોડું ટકરાયા બાદ 27 લોકોના મોત નિપજ્યા છે. મૈક્સિકન સુરક્ષા મંત્રી રોજા આઈસેલા રોડ્રિગ્ઝે કહ્યું કે, 4 લોકો હજુ પણ લાપતા છે.

મૈક્સિકન અધિકારીઓ હાલ ઓટિસના કારણે સર્જાયેલ તબાહીનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓટિશના કારણે મોટાપ્રમાણમાં ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ભારે નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ પેસિફિક મહાસાગરના કિનારે સ્થિત મેક્સિકોમાં ગઈકાલે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. મેક્સિકો કિનારે ઓટિસ વાવાઝોડું 230 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું.

જોરદાર પવન અને વરસાદના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય હતી. આ વાવાઝોડાએ લોકોના ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ભારે નુકશાન પહોંચાડ્યું હતું. આ સાથે જળજીવન પ્રભાવિત થયું હતું. વાવાઝોડાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ કુદરતી આફતને કારણે 27 લોકોથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 4 લોકો લાપતા છે.

વાવાઝોડાના કારણે સમગ્ર મેક્સિકોમાં જ્યા જોવો ત્યા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેક્સીકન સરકારના જણાવ્યા પ્રમાણે વર્ષ 1950 પછીનું આ સૌથી ભયંકર વાવાઝોડું સાબિત થયું છે. તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સતાધીશો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, આ વાવાઝોડું એટલું ખતરનાક હતું તેનાથી બચવા માટે તૈયારી કરવાનો પણ સમય મળ્યો ન હતો કારણ કે ચક્રવાત તેના ઉદ્ભવના 12 કલાકની અંદર દરિયાકાંઠેના વિસ્તારમાં અથડાતા લોકો ઘર વિહોણા બન્યા છે. તો ક્યાક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે, મેક્સિકોના અકાપુલ્કો પાસે ઓટિસ ચક્રવાત ટકરાયું હતું જ્યાં 10 લાખ લોકો રહે છે. મેક્સિકોનું આ એક મોટું પર્યટન સ્થળ છે જે આ વાવાઝોડાના ઝપેટમાં આવતા બરબાદ થઈ ગયું છે. મેક્સિકોના રાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું છે કે, આ ચક્રવાત જે વિસ્તારોમાંથી પસાર થયું છે તે સ્થળો પર સંપર્ક સાધવાનો પ્રયાસો કરી રહ્યા છીએ.