કોલકતા,
સંપત્તિ હડપવા માટે ભાડુંઆત પર નિ: સંતાન મકાન માલિકની હત્યાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાં પશ્ર્ચિમ બંગાળનાં દક્ષિણ ૨૪ પરગણા જીલ્લાનાં નરેંદ્રપૂરનાં સુકાંતપલ્લીમાં બની છે. મૃતકનું નામ સોમનાથ ચક્રવર્તી છે. પોલિસે મૃતકની બહેન મીનાક્ષીની ફરિયાદનાં આધારે ભાડૂઆત અને તેનાં દીકરાની ધરપકડ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાઈ ગયો, જો કે આરોપીની પત્નીનું નિવેદન છે કે ભાઈ-બહેનનાં વિવાદનાં કારણે માલિકે આત્મહત્યા કરી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે સોમનાથ ચક્રવર્તી અને તેની બહેન મિનાક્ષી દેવી નિ: સંતાન છે. તેમનાં ઘરમાં પ્રકાશ ઘોષ નામનો વ્યક્તિ પોતાની પત્ની અને દીકરા સાથે ભાડાથી રહે છે. આરોપ છે કે નિ: સંતાન મકાન માલિકની સંપત્તિ હડપવા માટે ઘોષ પરીવાર સોમનાથ ચક્રવર્તી અને તેની બહેન પર અત્યાચાર કરતો હતો. આરોપ છે કે મિનાક્ષી દેવી બેંક ગઈ હતી. જ્યારે તે પરત આવી તો જોયું કે તેનો ભાઈ રૂમમાં પંખે લટકેલો હતો.
તેણે તરત જ પડોશીઓને બોલાવ્યા. પાડોશીઓએ પોલીસને જાણ કરી. મીનાક્ષી દેવીએ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પાડોશીઓએ તેને બચાવ્યો. જ્યારે પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો સ્થાનિક લોકોએ તેમને ઘેરી લીધા અને વિરોધ કરવા લાગ્યા. આ પછી બહેને ભાડુઆત વિરુદ્ધ મકાન માલિકની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. નરેન્દ્રપુર પોલીસ સ્ટેશને ઘટનાની તપાસ કર્યા બાદ શુક્રવારે પ્રદીપ ઘોષ અને તેના પુત્ર સુદીપ ઘોષની ધરપકડ કરી હતી. તેના પર હત્યાનો આરોપ છે.
જો કે, આરોપીની પત્ની રેબા ઘોષનો દાવો છે કે અમને તેમની મિલક્તને લઈને કોઈ સમસ્યા નથી. અમે જ્યાં રહીએ છીએ તે જગ્યાં અમે ખરીદી છે. તેના ભાઈ-બહેન વચ્ચે પરસ્પર ઝઘડો થયો હતો. આ કારણસર સોમનાથ ચક્રવર્તીએ આત્મહત્યા કરી હોય તેવી શકયતા છે.
રેબા ઘોષ કહે છે કે તેના પતિ અને પુત્રને ફસાવવામાં આવ્યા છે . તેઓ તેમનાં ઘરમાં રહેતાં હોવાથી ક્યારેક પરસ્પર ઝઘડો થતો હતો, પરંતુ વિવાદના કારણે હત્યાની ઘટના બની હતી. એવું નથી.
તેણે કહ્યું કે મૃતક અને તેની બહેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને આ ઝઘડાના કારણે જ મકાન માલિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેણે જાતે ગળે ફાંસો ખાઈ લીધો છે. જોકે, પોલીસે મકાન માલિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.