મકાન અને માર્ગ વિભાગ પંચાયત અને સ્ટેટના બે ગુજરનાર રોજમદારોનાના વારસોને રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય તેમજ લાભો ચૂકવવા બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ

લુણાવાડા, ગુજરાત સરકાર ગાંધીનગર ના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગ પંચાત લુણાવાડા મુકામે રોજમદાર તરીકે તારીખ 24/1/78 થી ફરજ બજાવતા કાળાભાઈ હીરાભાઈ વણકર તથા નાયબ કાર્યપાલક ઇજનેર સ્ટેટ વિભાગમાં રોજમદાર તરીકે તારીખ 21/12/83થી ફરજ બજાવતા માં હાજર થયા. તેમની નોકરીના દરમિયાન સરકારના તારીખ 17/10/88 પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા. પરંતુ નોકરીના દરમિયાન નિવૃત્તિ પહેલા અકાળે કાળાભાઈ વણકરનું તારીખ 27/4/12ના રોજ તથા રણછોડભાઈ પાંડોરનું તારીખ 6/3/19 નારોજ અવસાન થવા પામેલ બંને કામદારોના વારસોને નિયમો અનુસાર બાલુબેન કે.વણકર તથા અખમબેન આર. પાંડોરને ફેમિલી પેન્શન ચુકવણી કરવામાં આવેલ પરંતુ ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણવાના બદલે દસ વર્ષની નોકરી કપાત કરી પેન્શન ના લાભો આપવામાં આવેલ તેમજ અવસાન બાદ તેઓની મૃત્યુ સહાય ચૂકવવા બાબતે સરકારનો તારીખ 5/7/11 પરિપત્રના હોવા છતાં તે લાભોથી પણ વંચિત રાખવામાં આવેલ તે બાબતે ગુજરાતના વારસોએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈનો સંપર્ક કરી નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ જેમાં ગુજરનારની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણી તેમને મળવાપાત્ર રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય અને અન્ય લાભો ચૂકવવા અંગેની દાદ માંગે જે કેસ ચાલી જતા ફેડરેશન અને અરજદાર તરફે હાજર રહેલ એડવોકેટ દિપક આર.દવે દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા બંને ગુજરનારના વારસોને રિવાઇઝ પેન્શન તથા મૃત્યુ સહાય તેમ જ અન્ય લાભો ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ થતા વારસ પરિવારોમાં આનંદ.